ચિંતા ઐસી ડાકની, કાટ કલેજા ખાય,
વૈદ બિચારા ક્યા કરે, કહાં તક દવા લગાય.
ચિંતા એવી ડાકણ
છે, કે જેને તે વળગેલી હોય તેના કલેજાને
કોતરી ખાય છે. અર્થાત્ તનમનથી પાયમાલ થઈ જાય છે. તેવા ચિંતાના રોગીને બિચારો વૈદ
કે ડોક્ટર ક્યાં સુધી અને કઈ દવાથી સારૂં કરી શકે?
ચિંતા મત કર
નચિંત રહે, પુરનહાર સમર્થ,
જલ થલમેં જો જીન હય, ઉનકી ગાંઠ ક્યા ગર્થ.
તેં ઉભી કરેલી
ચિંતા છોડી, નચિંત એટલે ચિંતા વગરનો થઈ જા. જો
તારે બુદ્ધિ વાપરી સમજવું હોય તો તારી જાતે જોઈ લો કે પાણીમાં અને જમીન પર જેટલા
જીવો રહેલા છે, તેમની પાસે કઈ સમૃદ્ધિ છે? છતાં તે બધાંને પુરૂં પાડવા વાળો તે સમર્થ પરમાત્મા બેઠેલો છે.
સરજનહારે સરજીયા, આતા પાની લોન,
દેનેહારા દેત હય, મિટનહારા કોન?
સર્જન કરવા વાળાએ
આટો-પાણી, મીઠું વિગેરે સરજ્યું છે. તે જે એ
બધું આપવા વાળો છે, તેને કોણ મિટાવી શકશે? તેથી ભગવાન પર ભરોસો રાખો.
કાહેકો તલપત ફિરે, કાહે પાવે દુઃખ,
પહેલે રજક બનાયકે, પિછે દીનો મુખ.
તું શા માટે
ચિંતામાં તડપતો ફરી, શા માટે દુઃખી થાય છે? ભગવાને પહેલા રજક એટલે ખાવા પીવાની વસ્તુ બનાવી, પછી તને મુખ આપ્યું છે.
અબ તું કાહેકો
ડરે, શિર પર હરિકા હાથ,
હસ્તી ચઢકર ડોલિયે, કુકર ભસે જો લાખ.
હવે તને
પરમાત્માનું જ્ઞાન ભાન થઈ ગયા પછી તને ડર કે ભય કોનો? હવે તો તારા માથે પ્રભુનો હાથ છે. તારી પાછળ આ દુનિયાનાં
મોહમાયાનાં લાખો કુતરાં ભસતા હોય છે. છતાં તેની દરકાર કર્યા વગર તું જાણે હાથી પર
સવાર થયો હોય તેમ ડોલ્યા કર. એટલે કે તારા આત્મસંતોષની મજામાં મોજ માણ્યા કર.
રચનહાર કો ચિન કર, ક્યા ખાવેકુ રોય,
દિલ મંદિરમેં પેંઠ કર, તાન પીછોડી સોય.
સંસારના વિષયોની
ખાતર ફાંફા મારી શા માટે હતાશ થાય છે. એના કરતા એ બધું રચવાવાળાને તારા મનના
મંદિરમાં પેંસી ઓળખી લઈ, આરામથી તેમાં મગ્ન થઈ, આત્મ સંતોષની પીછોડી ઓઢી સુઈ રહેજે.
સાહેબ સે સબ કુછ
બને, બંદે સે કછુ નાય,
રાઈકો પરવત કરે, ઓર પરવત રાઈ માય.
મોહ માયામાં
બંધાયેલા મનુષ્યથી કશું પણ બની શકતું નથી. આ બધું ઈશ્વર થકી જ બનેલું છે. તેની
ઈચ્છા થાય તો તે રાઈના દાણામાંથી પરવત બનાવી દે અને પરવતને રાઈના દાણા જેટલો નાનો
બનાવી શકે છે.
ચિંતો તો હરિ
નામકી, ઓર ન ચિંતવે દાસ,
જો કોઈ ચિંતવે નામ બીન, સોહિ કાલકી પાસ.
તારે જો ચિંતા જ
કરવી હોય તો હરિનામ એટલે તેને જાણી લેવાના જ્ઞાનની ચિંતા કર. પરમાત્માનો ભક્ત હોય
તો તું બીજી કોઈ ચિંતા નહિં કર. જો કોઈ પણ તે પરમાત્માના જ્ઞાન શિવાય ફક્ત
વિષયોનું જ ચિંતન કરશે, તે કાળનાં મુખમાં પહોંચી જશે.
અર્થાત્ જનમ મરણના કાળચક્રમાં ભમતો રહેશે.
કબીર! મેં ક્યા
ચિંતવું, હમ ચિંતવે ક્યા
હોય?
હરિ આપહી ચિંતા કરે, જો મોહે ચિંતા ન હોય.
કબીરજી કહે! હું
શું કામ ચિંતા કરૂં, મારી કરેલી ચિંતા થકી શું વળવાનું
છે? જો હું ભગવાન પર ભરોષો કરી ચિંતા
કરવાનું છોડી દઈશ, તો પરમાત્મા જાતે પોતે મારી ચિંતા
કરશે.
મેરો ચેત્યો હર
ના કરે, ક્યા કરૂં મેં
ચિત્ત,
હર કો ચિત્યો હર કરે, તા પર રહું નચિંત.
મારી વિષયો
પ્રત્યેની ચિંતા કરવાથી, ભગવાન મારા માટે કંઈ કરવાનો નથી. તો
તેને માટે ચિંતા કરવાનો શું અર્થ? હું જે કર્મ કરી, ભાગ્ય કમાયને લાવેલો છું, તે પ્રમાણે ભગવાન પોતે ચિંતા કરી મને આપશે. તેથી હું તો નિશ્ચિંત
રહું, તે જ સારૂં છે.
No comments:
Post a Comment