જોતાં રે જોતાં રે અમને જડિયાં રે
સાચાં સાગરનાં મોતી…
લીલાં લીલાં મોતીડાં રે હાં… સંતો ભાઈ ! પીળાં પીળાં…
તખત તરવેણીના તીરમાં… સાચાં સાગરનાં મોતી…
જોતાં રે જોતાં રે…
જીણાં જીણાં મોતીડાં રે… સંતો ભાઈ ! નેણલે પીરોતી
ગગન મંડળમાં હીરલા રે સાચાં
સાગરનાં મોતી…
જોતાં રે જોતાં રે…
ઈ રે મોતીડાં રે હાં… સંતો ભાઈ ! કોઈ લાવો ગોતી…
એનો રે બનું રે હું તો દાસ રે… સાચાં સાગરનાં…
જોતાં રે જોતાં રે…
કહત કબીરા રે હાં… સંતો ભાઈ ! સૂનો મેરે સાધુ…
સાધુડાં લેજો રે મોતીડાં ગોતી રે… સાચાં સાગરનાં મોતી…
જોતાં રે જોતાં રે…
No comments:
Post a Comment